કુછ હટકેઃ ગરબા પ્રેમીઓએ સ્વિમિંગ પુલમાં લીધા રાસ - Udaipur Garba Group
🎬 Watch Now: Feature Video
આસો માસના નોરતા શરૂ (Shardiya Navratri 2022) થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં યુવાનો ગરબામાં કંઈક નવી કરવા માટે થનગનતા હોય છે. ગુજરાતના ગરબા હવે માત્ર ગુજરાત પુરતા સિમીત રહ્યા નથી. ગુજરાતના (Udaipur Dandiya Played in Swimming pool) રાસ અને સ્ટેપ આસપાસના રાજ્યોમાં પણ ફોલો થાય છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં (Udaipur Garba festival) એક યુવાગ્રૂપે સ્વિમિંગ પુલમાં ગરબા કરીને કંઈક હટકે કરવાનો પ્રયાસ કર્યો છે. ઉદયપુરમાં દર વર્ષે રાસગરબા કરતા એક ગ્રૂપે ટ્રેડિશનલ વેર પહેરીને પુલમાં ગરબા કર્યા હતા. જેનો વીડિયો ઈન્ટરનેટ પર જોરશોરથી ફોરવર્ડ થઈ રહ્યો છે. ગરબાનું આ પ્રકારનું આયોજન ઉદયપુરમાં પહેલી વખત થઈ રહ્યું છે. ખાસ પ્રકારની તાલિમ લઈને, પુલમાં પ્રેક્ટિસ કરીને આ યુવતીઓએ ગરબા કર્યા હતા. પાણીમાં ગરબાના આ પ્રયોગની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.