છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો - rain in gujarat 2021
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાતાં ભારે ગાજવીજ સાથે જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો.જિલ્લા ના તમામ તાલુકામાં સવારથી મુસડધાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બોડેલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં બે કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી જતાં રોડ રસ્તા પર પાણી ભરાતાં લોકો ને અવર-જવરમાં ભારે હાલાકી ઊભી થઈ છે.આજે સવારના 6 વાગ્યા થી બપોર નાં 12 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર 30 મીમી 1.2 ઇંચ, જેતપુર પાવી. 40મીમી 1.6 ઇંચ, બોડેલી 51 મીમી 2.04ઇંચ, સંખેડા. 34 મીમી 1.36 ઇંચ, નસવાડી 16 મીમી. 0.64 ઇંચ, કવાંટ. 25 મીમી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે