ગ્રીષ્માં હત્યા કેસમાં ચુકાદા બદલ કોર્ટનો આભાર, રાહુલ ગાંધી આદિવાસી સત્યાગ્રહમાં પહોંચશે: જેનીબેન ઠુમમર
🎬 Watch Now: Feature Video
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીયનેતા રાહુલ ગાંધી તા. 10મી મે દાહોદ ખાતે વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોને સંબોધન (Rahul Gandhi Dahod Visit) કરશે. આદિવાસી સત્યાગ્રહ રેલી (Adivasi satyagrah rally)ને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. આદિવાસી સમાજને ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ (vadodara congress pc) પક્ષ લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. મનરેગા, જંગલની જમીનના અધિકાર સહિત અનેક કાયદાનું ગુજરાતની ભાજપ સરકાર અમલ કરતી નથી અને જ્યાં દેખાવ પુરતી યોજના કરે તો તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ભાજપના મળતીયા કરી રહ્યાં છે.