પોરબંદર જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા કરાયું બે દિવસીય "સહયોગી પ્રશિક્ષણ શિબિર" નું આયોજન - Gujarat News
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા તારીખ 30 અને 31 ઓક્ટોબર બે દિવસીય સહયોગી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ તથા ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ગુજરાત સેવા દળ અધ્યક્ષ ઋત્વિક મકવાણા, ઝોન પ્રભારી સી.પી.બાજપાઈ તથા ગુજરાત સેવાદળ પ્રભારી સંધ્યા પુરોહિત, મહિલા સેવાદળ અધ્યક્ષ પ્રગતી આહીર તથા ઉપાધ્યક્ષ નેભા કડેગિયા ઉપસ્થિત રહી કોગ્રેસ સંગઠન મજબુત થાય તે અંગે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવશે.