ખૂબ ઉત્સાહથી હનુમાનજીની વેશભૂષામાં આવ્યા વડાપ્રધાનના પ્રશંસક અને... - Fan of the Prime Minister from bihar
🎬 Watch Now: Feature Video
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ગૌરવ (PM Modi Gujarat Visit 2022) અભિયાન વડોદરા ખાતે (Gujarat Gaurav Campaign Vadodara) ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને મળવા માટે જુદા જુદા સમાજના અને શહેરના લોકો આવ્યા હતા, ત્યારે બિહારથી હનુમાનજીની વેશભૂષામા એક પ્રશંસક સભામાં ઉપસ્થિતિ હતો, તેઓ વડાપ્રધાનને ભગવાન શ્રી રામ માને (Fan of the Prime Minister from bihar) છે. હનુમાનજીની વેશભૂષામાં લેપ્રસી મેદાન ખાતે તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જ્યારે આ પ્રશંસક મીડિયા સમક્ષ પોતાના અનુભવ આપી રહ્યા હતા, ત્યારે પોલીસ અને કાર્યકર્તાઓ દ્વારા આ વ્યક્તિનુ અપમાન કરી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વ્યક્તિ એ ખૂબ ઉત્સાહ પૂર્વક વડાપ્રધાનના વખાણ કર્યા હતા અને વિવિધ યોજનાઓના લોકાર્પણથી ખુશી વ્યક્ત કરી હતી.