બર્લિનમાં રહેતા બાળકના ભારતીય સંસ્કાર, દેશભક્તિથી જોઈને વડાપ્રધાન મોદી પણ થયા પ્રભાવિત - વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત
🎬 Watch Now: Feature Video
બર્લિન, જર્મની : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક નાના બાળક સાથે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી આજથી દિવસોમાં ત્રણ યુરોપિયન દેશોની મુલાકાતે છે, જેના પ્રથમ તબક્કામાં તેઓ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા છે. બર્લિનમાં રહેતા ભારતીય સમુદાયે અહીં વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મોદીના સ્વાગત માટે બર્લિનમાં એક નાના બાળકે દેશભક્તિ ગીત ગાયું હતું, જેને સાંભળીને વડાપ્રધાન મોદી પણ ખુશ થઈ ગયા હતા. આ ગીતના બોલ હતા 'ઓ જન્મભૂમિ ભારત, ઓ કર્મભૂમિ ભારત.'