બે પેટ્રોલ પંપ માંથી ચોરોએ આવી રીતે કરી ચોરી, જૂઓ વીડિયો... - undefined
🎬 Watch Now: Feature Video
કોઝિકોડ/એર્નાકુલમ : કેરળમાં બે અલગ-અલગ પેટ્રોલ પંપ પર ગુરુવારે ચોરોએ કુલ રૂપિયા 1.8 લાખ અને એક મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પ્રથમ ઘટના કોઝિકોડ જિલ્લાના કોટ્ટુલીમાં બની હતી. જ્યાં એક માસ્ક પહેરેલા ચોરે સુરક્ષા કર્મચારીઓને માર માર્યા અને બાંધીને HPCL પેટ્રોલ પંપમાંથી પચાસ હજાર રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે જણાવ્યું કે, ચોર મધ્યરાત્રિએ 12 : 30 વાગ્યે પંપ ઓફિસમાં ઘૂસ્યો અને સુરક્ષાકર્મીઓની આંખમાં લાલ મરચાનો પાવડર નાખીને પૈસાની ચોરી કરી હતી. CCTV માંથી મળેલા ફૂટેજ મુજબ, ચોરે ચહેરા પર માસ્ક પહેર્યો હતો અને ગાર્ડને માર માર્યો હતો. એર્નાકુલમમાં બનેલી અન્ય એક ઘટનામાં, ચોરોએ સવારે 3 વાગ્યાની આસપાસ પેટ્રોલ પંપ ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો અને 1.3 લાખ રૂપિયા લઈ ગયા હતા. પેટ્રોલ પંપ પર કોઈ સુરક્ષા કર્મચારી હાજર ન હતો.