ઓડિશાના દબાણ હટાવવાના વીડિયોને ગુજરાતનો બતાવી બદનામ કરવાનો પ્રયાસ - સોશિયલ મીડિયા
🎬 Watch Now: Feature Video
પાટણ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 તારીખે ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવશે. સુરક્ષા એજન્સીઓ સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે બીજી તરફ પાટણ જિલ્લા કોંગ્રેસના મીડિયા સેલના કન્વીનર દ્વારા સરકારને બદનામ કરતો ઓડિશાનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની કોશીશ કરી હતી. જે કારણે અમદાવાદ સાયબર બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જો કે, કોર્ટે તેમને જામીન પર મુક્ત કર્યો હતો.
Last Updated : Feb 21, 2020, 10:20 AM IST