પંચમહાલ : ગોધરા નજીક આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહીં - કુશા કેમિકલ કંપની
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : ગોધરા તાલુકાના નાદરખા નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ છે કે, 3 KM દૂરથી પણ ઘુમાડો જોઇ શકાય છે. હાલ સ્થાનિક ફાયર વિભાગની ટીમ તેમજ હાલોલ અને કાલોલની ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ આગ દુર્ઘટનામાં હજૂ સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ આગમાં કંપનીના માલસામનને મોટાપાયે નુકસાન થયું છે. આ આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ હજૂ સુધી સામે આવ્યું નથી.
Last Updated : Dec 21, 2020, 4:16 PM IST