ખંભાળીયામાં સામાન્ય વરસાદથી રસ્તા બિસ્માર હાલતે
🎬 Watch Now: Feature Video
દ્વારકા: સમગ્ર ગુજરાતમાં અનરાધાર વરસાદે અનેક સ્થળોએ કાચુ સોનુ વરસાવ્યું છે. લોકો કુદરતનો આભાર માની રહ્યા છે. પરંતુ વરસાદે અનેક જગ્યાઓ ઉપર સરકારી તંત્રનાં દબાયેલા ભ્રષ્ટાચારને ખોલી નાખ્યા હતા. 2013માં જામનગર જિલ્લામાંથી અલગ થઈ નવો બનેલો જિલ્લો દેવભૂમિ દ્વારકા પાંચ વર્ષ પછી પણ વિકાસનાં બદલે વિનાસ તરફ જઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકાનાં મુખ્યમથક ખંભાળિયામાં થોડા સમય પહેલા બનાવેલા લાખો રૂપિયાનાં ડામર રોડ ઉપર ગાબડા પડી ગયા હતા. આ અંગે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા તપાસનાં નામે નાટક કરવામાં આવ્યું હતું. પરંતુ કુદરતે તેનો ભ્રષ્ટાચાર પોતાની રીતે ખુલ્લો પાડ્યો હતો. હાલમાં ખંભાળિયા શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે.