rain in Gujarat: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, શેરડી સહિતના પાકોને નુકશાન - Meteorological Department
🎬 Watch Now: Feature Video
સુરત: ભારત સરકારના હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હાલમાં ''લો પ્રેશર'' સિસ્ટમ કર્ણાટકના દરિયા કાંઠાથી મધ્યસ્થ-પૂર્વીય અરબી સમુદ્ર ઉપર સ્થિત છે. જેને કારણે સુરત જિલ્લામાં આગામી તારીખ 18થી 20 નવેમ્બર 2021 દરમિયાન છૂટી- છવાઈ જગ્યાઓ પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેવી આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વરસાદ (Non seasonal rainfall in Olpad) વરસવાનું શરૂ થયો હતો. ઓલપાડ તાલુકામા ઘણા ગામડાઓમાં વરસાદ વરસતા તૈયાર થયેલો શિયાળુ પાક ચપેટમાં આવી ગયો હતો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.