રાજકોટ કોવિડ સેન્ટરની મુલાકાતે જતા NCP નેતા રેશમા પટેલની કરાઈ અટકાયત - NCP મહિલા પ્રદેશ પ્રમુખ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થતાં આરોગ્ય તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જેને લઈને સોમવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિજનોની મુલાકાત માટે NCP મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ સહિતના કાર્યકર્તાઓ મુલાકાતે આવવાના હતા. આ આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા, તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન રેશમા પટેલ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં જોવા મળ્યાં હતા.