મેંદરડાના અંબાલા ગામમા નવલા નોરતાની ઉંમગભેર ઉજવણી - નવરાત્રીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
જુનાગઢ: હિન્દુઓની સંસ્કૃતિમા તહેવારો ખુબ મહત્વના છે. એમાય જો નવરાત્રીની વાત કરવામા આવે તો વિશ્વનો કોઈ દેશ એવો નહિ હોય જે નવરાત્રીથી પરિચિત ન હોય. મેંદરડા તાલુકાની વાત કરીએ તો, અંબાલા ગામમા પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામા આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, મુસ્લિમ સમાજની બાળાઓ પણ નવલા નોરતે માતાજીનું રુપ ધારણ કરીને ગરબે ઘુમી હતી. જાત- નાતના ભેદ વગર જ ગામડાઓમા ઉત્સાહ ભેર નવરાત્રીનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા નવદુર્ગાઓના રુપે બાળાઓ નવ દિવસ ગરબાની રમજત બોલાવે છે. આ બાળાઓને ભેટ સ્વરુપે ગોકુલ ગૃહ ઉદ્યોગવાળા હરસૂખભાઈ ડોબરીયાના પરિવાર તરફથી દર વર્ષે લાણી આપવામાં આવે છે.