કેવડીયા : જંગલ સફારીના કુદરતી દ્રશ્યોએ વડાપ્રધાનને કર્યા મંત્રમુગ્ધ - jungle safari
🎬 Watch Now: Feature Video
નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના કિનારે આવેલા કુદરત સાથે એકતાના સંદેશ સાથે બનેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી. જંગલ સફારીમાં આવેલા ઝરણાને જોઇ વડાપ્રધાન મંત્રમુગ્ધ બની થોડી ક્ષણો માટે થંભી ગયા હતા. આ જંગલ સફારીની મુલાકાતે આવેલા સહલાણીઓને ફરવા માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ આ વાહનોને પશું પક્ષીઓના રંગરૂપ આપવામાં આવ્યા છે. જે કારણે પક્ષીઓને ખલેલ ન પહોંચે. પ્રકૃતિના ખોળામાં ઉછરેલુ માનસર્જિત વન એટલે જંગલ સફારી...