અમદાવાદ: બહેરા-મૂંગાની શાળામાં નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી - narendra modi birthday news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના આશ્રમ રોડ પર આવેલી બહેરા મુંગાની શાળામાં મંગળવારે નરેન્દ્ર મોદી ફેન કલબ દ્વારા 'ઘુમે એનો ગરબો' કાર્યક્રમ હેઠળ દિવ્યાંગ બાળકો સાથે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ફેન કલબના ગ્રીષ્મા ત્રિવેદી અને અત્રીસ ત્રિવેદીએ etv ભારતને જણાવ્યું હતું કે, હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં 'ગાય તેનો ગરબો ને જીલે તેનો ગરબો' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા આ ગરબો ગાઈને ગુજરાતના જાણીતા કલાકારો દિવ્યાંગ બાળકોને ગરબે રમાડવા આવ્યા હતા. નરેન્દ્ર મોદીના જન્મપ્રસંગે આઠ ફૂટની સ્પેશ્યિલ કેક પણ બનાવવામાં આવી હતી.