મુંદ્રા ક્સ્ટોડીયલ ડેથ મામલો, પશ્ચિમ કચ્છ ACP એ શાંતિ જાળવવા કરી અપીલ - Mundra Custodial
🎬 Watch Now: Feature Video
કચ્છઃ મુંદ્રા ક્સ્ટોડીયલ ડેથ મામલે પશ્ચિમ કચ્છ એસ.પી.સૌરભસિંઘે પ્રતિક્રિયા આપી હતી. સંડોવાયેલા કોઈ પણ પોલીસ કર્મચારીને નહી છોડાય સમાજને શાંતિ જાળવવા અપીલ કરી હતી. કચ્છનાં મુંદ્રા પોલીસ સ્ટેશનમાં પોલીસના ઢોર મારથી બે ગઢવી યુવાનોની હત્યા થતા સમગ્ર ક્ચ્છ જિલ્લામાં ચકચાર મચી હતી. સાથો સાથ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યના ગઢવી સમાજના કલાકારો અને આગેવાનો ઘટનાને વખોડી રહ્યા છે. તેવામાં આ ગુનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ હજી સુધી પકડાયા નથી જેથી પોલીસની નીતિ સામે આક્ષેપો થયા છે. જે મુદ્દે પશ્ચિમ ક્ચ્છ પોલીસવડા સૌરભસિંઘે પ્રતિક્રિયા આપી હતી. પોલીસવડાએ જણાવ્યું કે, આરોપીઓને પકડવા જુદી જુદી ટિમો બનાવાઈ છે. તપાસ ચાલુમાં છે ત્યારે પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરાઇ હતી.