મોરબી : નાની બરાર ગામે આચારસંહિતાનો ભંગ? કોંગ્રેસના નેતાઓની હાજરીમાં પૈસાનો વરસાદ - પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
મોપબી : ગુજરાત વિધાન સભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. ત્યારે મોરબી બેઠક પર ભાજપ અને કોંગ્રસ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે માળિયા તાલુકાના આહિર સમાજના ગામોમાં વિક્રમ માડમ, અમરીશ ડેર અને જીવણભાઈ કુંભારવાડીયા સહિતના આગેવાનો નાની બરાર ગામે તેમના સ્વાગત કાર્યક્રમમાં ઢોલ નગારા સાથે પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સવાલ એ છે કે, આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ મામલે શું કાર્યવાહી થશે?