મોરબી પેટા ચૂંટણી પરિણામ: સાતમો રાઉન્ડ પૂર્ણ, કોંગ્રેસ ઉમેદવાર આગળ - essembly by poll 2020
🎬 Watch Now: Feature Video
મોરબીઃ પેટા ચૂંટણીની મતગણતરીનો સાતમો રાઉન્ડ પૂર્ણ થયો છે. મોરબી પેટા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં સતત છ રાઉન્ડ સુધી કોંગ્રેસ ઉમેદવાર આગળ રહ્યા છે. સાતમા રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઇ ચૂકી છે જેમાં પણ કોંગ્રેસ ઉમેદવાર આગળ ચાલે છે અને ફરી વખત લીડમાં વધારો થયો છે. સાતમા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવારને 12,187 મત અને ભાજપ ઉમેદવારને 8,918 મત મળ્યા છે. ફરી કોંગ્રેસ ઉમેદવારને 3,269 લીડ પ્રાપ્ત થઇ છે.