મુસેવાલાની હત્યા કરી શાર્પ શૂટરો આવી રીતે પહોચ્યા ગુજરાત - પ્રિયવ્રતા ફૌજી
🎬 Watch Now: Feature Video
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં (Sidhu Moose wala Murder case) પોલીસને (Delhi police) મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે ગોળીબાર કરનારા 3 શૂટરોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે (Delhi police Special Cell) ગુજરાતના મુંદ્રા બરોઈ ગામ મીઠીખાડી રોડમાંથી ત્રણેયની ધરપકડ કરી છે. તેમની પાસેથી એકે 47 જેવી રાઈફલ, પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ પણ (illegal Explosive Weapons) મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા શૂટરોમાંથી એકનું નામ પ્રિયવ્રતા ફૌજી છે. ફૌજી હરિયાણાનો ગેંગસ્ટર છે. ફતેહાબાદ પેટ્રોલ પંપના સીસીટીવીમાં આ કેદ થયું હતું. 26 વર્ષીય પ્રિયવ્રત ફૌજી હરિયાણાના સોનેપત જિલ્લાના ગઢી સિસાનાનો રહેવાસી છે. પ્રિયવત ફૌજી શૂટર્સના સમગ્ર મોડ્યુલનો વડો છે. હત્યા સમયે ફૌજી ગોલ્ડી બ્રારના સીધા સંપર્કમાં હતો. આ પહેલા પણ બે હત્યાના કેસમાં સંડોવાયેલ છે. આ બંને કિસ્સા માત્ર સોનેપતના છે. ધરપકડ બાદ દિલ્હી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોલીસે જણાવ્યું કે સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ આ મામલે કામ કરી રહી છે. અમે 6 શૂટરોની ઓળખ કરી હતી. ધરપકડ કરાયેલા બીજા શૂટરનું નામ કશિશ કુલદીપ છે. 24 વર્ષીય કુલદીપ હરિયાણાના ઝજ્જર જિલ્લાના સજન પના ગામના વોર્ડ નંબર 11નો રહેવાસી છે. આ પણ ઘટના પહેલા ફતેહગઢ પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. તે 2021માં હરિયાણાના ઝજ્જરમાં થયેલી હત્યામાં પણ સામેલ છે.
Last Updated : Jun 20, 2022, 6:35 PM IST