ભારત બંધ એલાનને પગલે પોરબંદરમાં મિશ્ર પ્રતિસાદ - Porbandar News
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લામાં આ સમર્થનનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તેવું જણાઈ રહ્યું છે. પોરબંદરના અમુક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી ભારત બંધને સમર્થન આપ્યું હતો. મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખી હતી અને પોરબંદરના સુતારવાડા વિસ્તારોમાં દુકાનો બંધ કરાવવા જતા કોંગ્રેસના અગ્રણી રામભાઇ મોઢવાડીયા સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે પ્રાંત અધિકારી કે વી બાટીએ સરકારના નિયમ મુજબ કોઈપણ જાતના ડર વિના દુકાનો ખુલ્લી રાખવા જણાવ્યું હતું.