ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ - undefined
🎬 Watch Now: Feature Video
પાટણઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં (Monsoon in Gujarat) અષાઢી બીજના દિવસથી જ મેઘરાજાએ આલબેલ પોકારી હતી. અષાઢી બીજને (Rainfall in Patan) શુકનવંતી બનાવી હતી. છેલ્લા ત્રણ દિવસથી સાંજના સુમારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે રવિવારે દિવસ દરમિયાન ઉકળાટ અને બફારા બાદ સાંજના સુમારે એકાએક આકાશમાં કાળા ડિબાગ વાદળો ધસી આવ્યા હતા. વીજળીના તેજ ચમકારા અને ગર્જના સાથે મેઘમહેર થઈ હતી. ધીમીધારે પડેલા આ વરસાદથી માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમ્યાન અસહય બફાળા અને ઉકળાટથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. પાટણ, રૂની,ખલીપુર, હાજીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં જગતના તાત એવા ખેડૂત આલમમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.