મેડિકલ વેસ્ટની સમસ્યા અંગે વિરોધ પક્ષનું મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર - latestgujaratinews
🎬 Watch Now: Feature Video
વડોદરા: મહાનગર સેવા સદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે સ્લોટર હાઉસમાં થતા મેડિકલ વેસ્ટના વિરોધમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપ્યુ હતુ. શહેરના મધ્યમાં ગાજરવાડી ખાતે ચાલતા સ્લોટર હાઉસમાં વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી.સ્લોટર હાઉસમાં થઇ રહેલા મેડિકલ વેસ્ટથી આસપાસના વાતાવરણમાં દુર્ગંધ ફેલાય છે. સાથેજ વાતાવરણમાં પ્રદુષણ ફેલાય છે. ત્યારે વિરોધ પક્ષના નેતા ચન્દ્રકાન્ત શ્રીવાસ્તવની રજુઆતના પગલે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર કર્મચારીઓ સામે જરુરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.