ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આવા કૌભાંડ સામે આવતા રહ્યા છે: મનીષ દોશી - ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાંથી ચોરીના મામલામાં 42 લાખના પુસ્તકો ગાયબ થયાની અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેમાં સમગ્ર મામલે ત્રણ અધિકારીઓ શંકાના દાયરામાં છે. એવા સમયે કોંગ્રેસમાં ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી જણાવે છે કે, ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ પહેલેથી કૌભાંડો કરતો આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં લેખિત અરજી કરાઇ છે. જેમાં 42 લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારી શાળાઓને આપવામાં આવતા પુસ્તકો અહીં રાખવામાં આવે છે. તેમ જ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અરજી આપવા છતાં હજી સુધી કોઈ ફરિયાદ થઇ નથી.