મોરબીમાં દિવાળી પર્વ નિમિત્તે મચ્છુ માતાજી મંદિરે મહાઆરતી કરાઈ - મચ્છુ માતાજી મંદિર
🎬 Watch Now: Feature Video
મોરબીઃ દિવાળીના પર્વ દરમિયાન ગુરૂવારે અગિયારસના દિવસે હિંદુ જાગરણ મંચ દ્વારા મોરબી મચ્છુ માતાજી મંદિરે 1111 દીપ પ્રજવલિત કરી મચ્છુ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના સંયોજક નેહાબેન ચાવડા, નીલેશભાઈ પારેખ, હિતેન્દ્રસિંહ ઝાલા, અજયભાઈ ભરવાડ અને અજયસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને નગરજનો મોટી સંંખ્યામાં જોડાયા હતા.