ETV Bharat / state

ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો અમદાવાદમાં ભારે વિરોધ, કોંગ્રેસ-BSPના સારંગપુરમાં ધરણા - CONGRESS BSP PROTEST

બે દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. જેનો આજે અમદાવાદમાં વિરોધ કરાયો હતો.

અમદાવાદમાં કોંગ્રેસ અને BSPનું વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં કોંગ્રેસ અને BSPનું વિરોધ પ્રદર્શન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2024, 10:21 PM IST

અમદાવાદ: બે દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રાજ્ય સભામાં એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદન ડૉ. બાબા સાહેબ આંબેડકરને લઈને હતું અને નિવેદન આપતા જ તેનો સખત વિરોધ અને નિંદા કરવામાં આવી રહી હતી. આ નિવેદનના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ તથા બસપા દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી.

અમિત શાહના નિવેદનનો વિરોધ (ETV Bharat Gujarat)

કોંગ્રેસે કરી રાજીનામાની માંગણી
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સારંગપુરમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અને અમિત શાહ રાજીનામા આપે એવા સૂત્રોચાર કરવામાં આવ્યો. આ મામલે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે, અમિત શાહે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેથી આખા દેશમાં એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સંઘર્ષ અને આંદોલનને ચાલુ રાખીશું.

વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરો
વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરો (ETV Bharat Gujarat)

તો બીજી તરફ ધારાસભ્ય શૈલેષ પરમાર જણાવ્યું હતું કે, અમિત શાહે જે ટિપ્પણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં માંગ કરી રહી છે કે અમિત શાહે માફી માંગવી જોઈએ. જો એમણે માફી નહીં માંગી તો કોંગ્રેસ પાર્ટી સંસદથી સડક સુધી ધરણા પ્રદર્શન કરશે.

BSPનો પણ વિરોધ
બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગાઉથી પોલીસ પરવાનગી તેમના દ્વારા માંગવામાં આવી હતી પરંતુ ફોરવીલ પરવાનગી મળી નહોતી. જેથી વિરોધ પ્રદર્શન કરતા તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

BSPના પ્રદેશ પ્રમુખ (ETV Bharat Gujarat)

'અમિત શાહ દ્વારા કરાયેલ ટિપ્પણી નિંદનીય છે'
બહુજન સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પ્રદીપ પરમારે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, અમિત શાહ દ્વારા જે રાજ્યસભાની અંદર નિવેદન આપવામાં આવ્યું છે કે તે ખૂબ નિંદનીય છે અને તેનાથી ના માત્ર દલિત સમાજ પરંતુ દેશની સમગ્ર જનતાનું દિલ દુખાયું છે. આથી અમિત શાહ માફી માંગે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

  1. "અમિત શાહના રાજીનામાથી ઓછું અમને કશું ખપશે નહીં" : જીગ્નેશ મેવાણી
  2. ગુજરાતના ખેડૂતો માટે ઘઉંના ટેકાના ભાવ થયા જાહેરઃ ઓનલાઈન નોંધણી માટે આ છે જરૂરી ડોક્યુમેન્ટ્સ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.