પાણીની શોધમાં ભટકતા વાઘના બચ્ચા સાથે ક્રૂરતા ભર્યુ કૃત્ય, જુઓ વિડીયો
🎬 Watch Now: Feature Video
મધ્ય પ્રદેશના સિવનીમાં વાઘના બચ્ચાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પાણીની શોધમાં ભટકતા બે બચ્ચાઓને ગ્રામનોના ટોળાએ ધેરી લાધા હતા અને તેના ઉપર ગ્રામજનોએ લાકડીઓ અને પથ્થર વડે બચ્ચાઓને મારવાનો પ્રયાસ (Villagers attacked cubs in Seoni) કર્યો હતો. વનવિભાવની ટીમને આ માહિતી મળતા જ તે ઘટના સ્થળે દોડી આવી હતી અને બચ્ચાઓનો આબાદ બચાવ કર્યો (Seoni forest department team rescue two cubs) હતો. ઉગલી સ્ટેશન ઈન્ચાર્જ એસએસ ભારદ્વાજે જણાવ્યું કે, બંન્ને બચ્ચા તળાવમાં પાણી પીવા આવ્યા હતા. બચાવ પછી, બંને વાઘના બચ્ચાને બચાવ વાહન દ્વારા કાન્હા નેશનલ પાર્કના ઝોન હેઠળના ગોરિલા પોઈન્ટ રેસ્ક્યુ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.