Lata Deenanath Mangeshkar Award: આશા ભોસલે દીદીના જીવન વિશે કહી આ ન સાંભળેલી વાત... - લતા દીદીની અજાણી વાતો
🎬 Watch Now: Feature Video

મુંબઈ (મહારાષ્ટ્ર): પ્રખ્યાત પ્લેબેક સિંગર આશા ભોંસલેએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રતિષ્ઠિત પ્રેક્ષકોને તેમની મોટી બહેન, સ્વર્ગસ્થ લતા મંગેશકરના જીવન અને સમયની કેટલીક રમતિયાળ અને મોજીલી આનંદદાયક વાતો કહી હતી. વડાપ્રધાન મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ એનાયત (Lata Deenanath Mangeshkar Award) કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લતા દીદીને આ રીતે યાદ કરીને આશા તાઈએ દીદીને સ્મરણ કર્યા હતા.