ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષમાંથી કિન્નરે ઉમેદવારી નોંધાવી - Khambhaliya Municipality
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વરાકાઃ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે ખંભાળિયાના વૉર્ડ નંબર 5 માટે ઉમેદવારી પત્ર ભરવા જતા તમામ કેન્દ્રો દ્વારા ખંભાળિયાના મુખ્ય માર્ગો પર ઢોલ-નગારા સાથે રાસ રમી ગરબે ઘુમીને ખંભાળિયા પ્રાંત કચેરી ખાતે ખંભાળિયા નગરપાલિકાની ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું અને આજે પણ વાસુદેવ નાયકે વર્ષ 2010માં પણ ખંભાળિયા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને જીત પણ મેળવી હતી. ત્યારે ફરી એકવાર નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા વોર્ડ નંબર 5 માં ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.