અંબાજીમાં આરાસુરી માતાના પરિસરમાં થયા ભક્તિમય ગરબા - Kinal Dave Ambaji Aaradhna
🎬 Watch Now: Feature Video
અંબાજીમાં ભાદરવી પૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે અંબાજી માતાના મંદિર પરિસરમાં ભક્તિગીત સાથે માતાના ગરબા પણ યોજાયા હતા. જેમાં લોકોએ મન મૂકીને રાસ લીધા હતા. ખાસ કરીને મા તારા આશીર્વાદ અને આવ્યા માતા આરાસુરી ગરબા પર મહિલાઓએ રાસ લીધા હતા. આ સાથે અંબાજીમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગબ્બરની આરતી કરવામાં આવી હતી. આ સાથે એક મેગા લેઝર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.