વન વિભાગની ઓફિસ બહાર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લખતા વિવાદ - Khalistan Zindabad slogans
🎬 Watch Now: Feature Video
ભટિંડા: પંજાબના ભટિંડામાં નહેર પાસે વન વિભાગની ઓફિસની (Bathinda forest department office ) બહાર અજાણ્યા લોકોએ દિવાલો પર 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના નારા લખ્યા હતા. આ મામલાની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને દિવાલો પર લખેલા 'ખાલિસ્તાન ઝિંદાબાદ'ના (Khalistan Zindabad slogans ) નારાને ભૂંસી નાખ્યા. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેનેડામાં ખાલિસ્તાન પ્રાંત બનાવવાની માંગ કરવામાં આવી હતી, જ્યાં ભારતના ભાગલા પાડીને ખાલિસ્તાન બનાવવાના સમર્થકો ફરી એકવાર સક્રિય થયા હતા.