આને કહેવાય પ્રાણી પ્રેમ: ક્રિશનો બર્થડે ઉજવવા 5,000 લોકોને નોનવેજનું ભોજન - 100 kg cake for dog birthday
🎬 Watch Now: Feature Video
કર્ણાટક બેલાગવીના એક ગ્રામ પંચાયતના સભ્યએ 100 કિલોની કેક(100 kg cake for dog birthday) કાપીને તેના પાલતુ શ્વાનના જન્મદિવસની ઉજવણી (karnatak dog birthday celebration) કરી હતી. જેમાં ગામના 5,000 લોકો માટે 3 ક્વિન્ટલ ચિકન ભોજન, 1 ક્વિન્ટલ ઈંડા અને શાકાહારીઓ માટે 50 કિલો ભોજનની વ્યવસ્થા (karnatak dog birthday 5000 people food) કરી હતી. આ ઘટના બેલાગવી જિલ્લાના મૂડલાગી તાલુકાના તુક્કાનાટ્ટી ગામમાં બની હતી. ગામ પંચાયતના સભ્ય અને શ્વાન ક્રિશના માલિક શિવપ્પા યલ્લાપ્પા માર્ડીએ તેમના પ્રિય શ્વાનનો જન્મદિવસ ઉજવ્યો. કેક કાપ્યા બાદ ગામમાં શ્વાનની પરેડ પણ કરવામાં આવી હતી. ગામના લોકોએ ભાગ લીધો અને શોભાયાત્રાનો આનંદ પણ માણ્યો હતો. શ્વાનના માલિક શિવપ્પા માર્ડી છેલ્લા 20 વર્ષથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્ય છે. એકવાર નવા સભ્યએ તેમના જન્મદિવસ પર જૂના સભ્યો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તે નવા સભ્યએ જૂના સભ્યોનું અપમાન કર્યું હતું કે તેઓ તેમના કાર્યકાળ દરમિયાન શ્વાનની જેમ ખાઈ ગયા હતા. આમ શિવપ્પાએ તે સભ્યની ટિપ્પણીનો જવાબ આપવા માટે શ્વાનનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવ્યો હતો.
Last Updated : Jun 23, 2022, 7:34 PM IST