માતાના કહેવા પર નવા ભરતી થયેલા આતંકીઓનું આત્મસમર્પણ - Kashmir crpf
🎬 Watch Now: Feature Video

કશ્મીરના કુલગામમાં 2 નવા ભરતી થયેલા આતંકવાદીઓએ આત્મસમર્પણ (jammu kashmir militants surrender) કર્યું છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હડીગામ વિસ્તારમાં રાતોરાત એન્કાઉન્ટર પછી બુધવારે બે નવા ભરતી થયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ (Kulgam militants surrender) કર્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી પર, સંયુક્ત ટીમ, સેનાના 9 આરઆર, સીઆરપીએફ (Kashmir crpf) અને પોલીસ સહિતના દળોએ જિલ્લાના હડીગામ વિસ્તારમાં કોર્ડન-અને-સર્ચ-ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળની નજીક પહોંચી ત્યારે, છુપાયેલા આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યો, અથડામણ શરૂ થઈ.