JCBના ટાયરમાં હવા ભરવી પડી ભારે, લોકો જોડે થયું કંઇક આવું... - CCTV Footage viral
🎬 Watch Now: Feature Video
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક હૃદયને હચમચાવી નાખે એવા CCTV ફુટેજ સામે(CCTV Footage viral) આવ્યા છે. ઘટનાના બનાવમાં એવું છે કે, જેસીબીના ટાયરમાં હવા ભરતી વખતે ટાયર ફાટ્યું(JCB Tire Blast) હતું. ટાયર ફાટવાના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટના થોડા સમય પહેલા બની હતી. આ ઘટના રાયપુરના સિલ્તારા વિસ્તારની છે. આ અકસ્માત ઘરકુલ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડના ગેરેજમાં થયો છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ગેરેજના કર્મચારીઓ લગભગ 8 ફૂટની ઊંચાઈએ કૂદી પડ્યા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સિલ્તારા ચોકીના ઈન્ચાર્જ રાજેશ જ્હોને જણાવ્યું કે, મૃતકોમાં રાજપાલ સિંહ અને પ્રાંજલ નામદેવનો સમાવેશ થાય છે. બંને મધ્ય પ્રદેશના સતના જિલ્લાના રહેવાસી છે.