ITBP જવાનોએ તળાવમાં બોટ પર કર્યો યોગ, જૂઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
ટિહરી, ઉત્તરાખંડ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022) પર સમગ્ર વિશ્વમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં, ટિહરીથી યોગની એવી તસવીરો સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. અહીં ITBP એટલે કે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના હિમવીરોએ ટિહરી તળાવમાં બોટમાં બેસીને યોગ કર્યા હતા. જણાવી દઈએ કે, ITBPના જવાનોએ (ITBP Soldier Yoga Practice) ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય વિસ્તારમાં 16,000 ફૂટની ઉંચાઈએ શૂન્ય તાપમાનથી નીચે યોગ કર્યા હતા. અહીં જવાનોએ બરફની વચ્ચે યોગ કર્યા હતા. આ સિવાય હિમવીરોએ 14,500 ફૂટની ઉંચાઈ પર યોગ પણ કર્યા હતા. હવે સૈનિકોએ ટિહરી વોટર સ્પોર્ટ્સ એડવેન્ચર ઈન્સ્ટિટ્યૂટમાં (Water Sports Adventure Institute Tehri) પણ યોગ કર્યા. અહીં સૈનિકોએ ટિહરી તળાવમાં બોટમાં બેસીને યોગ કર્યા હતા.