રાજકોટનો આ ડેમ આજે થઇ શકે છે ઓવરફ્લો, આજૂ-બાજૂના ગામડાઓને કરાયા એલર્ટ - ભાદર ડેમમાં પાણીની આવક
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ધોરાજીના ભૂખી પાસે આવેલ ભાદર-2 ડેમમાં પાણીની વધું આવક(Increase in water level in Bhadar Dam) થશે તો ડેમનાં દરવાજા ખોલવામાં આવી શકે છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગણોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. આ સાથે માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા તેમજ કુતિયાણા તાલુકાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા, પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં ડેમના જળાશયની ભરપુર સપાટી 53.1 મીટર છે. જયારે જળાશયની હાલની સપાટી 52.2 મીટર છે. જુલાઈ માસના લેવલ મુજબ ડેમ 100 ટકા ભરાઈ જતા હજુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.