વડોદરામાં ૩૭૦ કલમની થીમ પર ગણપતિનું ડેકોરેશન કરાયુ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં છેલ્લા સાડા ત્રણ દાયકાથી શ્રીજી સ્થાપના કરતા ગોરવા ગામ સ્થિત ટીંબા ખડકી સહપરિવાર ગણેશ મંડળ દ્વારા આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદ કરાયેલી ૩૭૦ કલમની થીમ પર ડેકોરેશન કરાયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ બે તોપ પર સવાર છે. તેવું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. શ્રીજી પંડાલમાં એકથી એક ચઢિયાતી થીમ પર આધારિત ડેકોરેશન કરવામાં આવ્યું છે. ડેકોરેશનની થીમ અને તેના પ્લાનિંગ પાછળ શ્રીજી મંડળના યુવકોનું ચોક્કસ પ્લાનિંગ અને મહિનાઓનો પરીશ્રમ હોય છે. ગોરવા ગામના ટીંબા ખડકી સહપરિવાર ગણેશ મંડળ ૩૭ વર્ષથી શ્રીજી સ્થાપના કરે છે. આ ડેકોરેશનમાં તિરંગામાં ભારતનો નકશાને સમાવાયો છે. જેમાં જમ્મુ-કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરની થીમ પર આધારિત મુવિંગ ડેકોરેશન સમગ્ર વિસ્તારમાં ટૉક ઓફ ધી ટાઉન છે.