હૈદરાબાદ: એપ બેસ્ડ ટેક્સી સર્વિસ પ્રોવાઈડર ઉબરે કાશ્મીર ફરવા આવનાર સહેલાણીઓ માટે એક નવી શરૂઆત કરી છે. જેના દ્વારા હવે શ્રીનગરમાં ટેક્સી જ નહીં પરંતુ ડલ સરોવરની સુંદરતા અને સફર માણવા માટે શિકારાની બુકિંગ પણ કરી શકો છો.
આ પહેલ ભારત અને એશિયામાં જળ પરિવહનમાં ઉબરે પોતાની સૌથી પહેલી વોટર ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરી છે. કંપનીની આ પ્રકારની સેવા ખાસ યૂરોપિય શહેરોમાં છે, જેમ કે વેનિસ, ઈટાલી અને વોટર ટેક્સિઓ લોકપ્રિય છે.
ઉબરે શરૂઆતમાં સાત શિકારા ઑપરેટરોને સામેલ કર્યા છે, અને માંગ અનુસાર મોટા પાયે વિસ્તાર કરવાની હવે યોજના છે. સવારીનું ભાડું સરકાર દ્વારા નક્કી કરાયેલા દરો અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. ઓપરેટરોને સંપૂર્ણ ભાડું મળે તે માટે Uberએ તેની સર્વિસ ફી માફ કરી છે.
કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સેવાની જાહેરાત કરતા લખ્યું કે, 'શ્રીનગરમાં ઉબર શિકારની શરૂઆત ! પરંપરા અને ટેકનોલોજીનો શ્રેષ્ઠ સમન્વય ! આપણી શાંત શિકારા સવારીને 15 દિવસ પહેલા જ બુક કરો. ઉબર એપ પર બર એક ટેપ કરીને. આપ આપની સફર માટે તૈયાર થાઓ. ડલ ઝીલ એક એવો અનુભવ કરો જે આ પહેલાં આપે ક્યારેય ન કર્યો હોય' પોસ્ટમાં ડલ ઝીલનું શાંત પાણીમાં શિકારાની તસ્વીરો પણ સામેલ છે.
Introducing Uber Shikara in Srinagar!
— Uber India (@Uber_India) December 2, 2024
The perfect blend of tradition and tech!🚤📲
Now you can book your serene Shikara ride up to 15 days in advance.
With just a tap on the Uber app, you are ready to set sail.
Experience Dal Lake like never before. 🌅 #UberShikara pic.twitter.com/ACzxXtKFXG
'ઉબર શિકારા સવારી દરરોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરક છે. દરેક સફરમાં વધુમાં વધુ ચાર મુસાફરો બેસી શકે છે અને એક કલાક સુધી ચાલે છે. પ્રવાસી શિકારા ઘાટ નંબર 16 થી શરૂ થઈને મુસાફરો 12 કલાકથી લઈને 15 દિવસ અગાઉ આ શિકારા રાઈડ બુક કરાવી શકે છે'. -ઉબરના પ્રવક્તા
શિકારા ઓનર્સ એસોસિએશન કાશ્મીરના પ્રમુખ, વલી મોહમ્મદ ભટે પરિવહનને સુવ્યવસ્થિત કરવાની તેની ક્ષમતા માટે આ સેવાની પ્રશંસા કરી છે. ભટે કહ્યું, "ડલ સરોવરમાં લગભગ 4,000 શિકારા છે. ઉબરનું પ્લેટફોર્મ નિશ્ચિત કિંમતો સુનિશ્ચિત કરે છે, જેનાથી ભાવતાલ કરવાની જરૂર પડતી નથી અને પર્યટકોને મુશ્કેલી મુક્ત અનુભવ મળે છે. અમે આશા રાખીએ છીએ કે વધુ શિકારા ઓપરેટરો ટૂંક સમયમાં આ પહેલમાં જોડાશે."
કંપનીના જણાવ્યા મુજબ, ઉબર શિકારા રાઈડ બુક કરવા માટે, પ્રવાસી પાસે ઉબરની લેટેસ્ટ વર્ઝન એપ્લિકેશન હોવી જરૂરી છે, આ ઉપરાંત આપની પાસે પહેલેથી જ મોબાઈલમાં એપ ડાઉનલોડ છે તો તેને એપ સ્ટોર અથવા પ્લે સ્ટોર દ્વારા અપડેટ કરી લેવાની ખાતરી કરી લેવી જોઈએ.
"એપ્લિકેશન ઓપન થાય, પછી 'શિકારા ઘાટ નંબર 16' એન્ટર કરો. ત્યાર બાદ "સમય અને તારીખ પસંદ કર્યા બાદ ઘાટ નંબર 16 પર પિક-અપ સ્થળની પુષ્ટિ કરો. છેલ્લે, બુક બટન પર ક્લિક કરો, અને ડલ લેક પર તમારી શાંત શિકારા સવારી બુક થઈ જશે."
શિકારા શું છે?
શિકારા લાકડામાંથી બનેલી હોડી છે અને શ્રીનગરના પ્રખ્યાત ડાલ સરોવર અને અન્ય સરોવરોમાં પ્રવાસીઓને લઈ જવા માટે મોટા પ્રમાણમાં જોવા મળે છે. શિકારા તેમના હેતુ અને પરિવહન સહિત ઉપયોગિતાના આધારે વિવિધ કદની હોય છે.