વડોદરામાં ફરી મસમોટો ભુવો પડતા તંત્રની પોલ છતી થઇ - Vadodara bhuvo
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેર ધીરે ધીરે ખાડોદરા નગરી બનતુ જાય છે, ત્યારે શહેરમાં બે દિવસ પહેલા પણ ભુવાને પગલે એક ટ્રક ભુવામાં ગરકાવ થયો હતો. શહેરમાં વધુ એક વિશાળ ભુવો પડતા તંત્રની પોલ ખુલી પડી હતી. અકોટા વિસ્તારમાં 12 મીટર પહોળો અને 8 ફૂટ ઊંડો મોટો ભુવો પડતા શહેરમાં ભૂવાઓનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું, ત્યારે આ મુદ્દે ગુરુવારના રોજ કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને જનતા મેમો આપવામાં આવ્યો હતો.