અમદાવાદમાં નિયમોની ઐસી કી તેસી, જાહેર જગ્યાઓ બની શૌચાલય - kalpesh bhatt
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ હાલમાં ગુજરાતની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, જાહેરમાં બાથરૂમ જનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ સરકાર તરફથી કડક પગલાં લેવાશે. પરંતુ સરકારના બીક રાખ્યાં વિનાં કેટલાંક લોકો નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લઘન કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના મેઈન ગેટ સામેે લેડીઝ કોલેજની બિલકુલ સામે લીમડાના ખૂણામાં એક પછી એક લોકો બાથરૂમ કરતાં જોવા મળ્યા હતા. આમ, લોકો નિયમોની સાથે માનનીય મૂલ્યોને પણ એઠાં મૂકીને લે઼ડીઝ કોલેજ બહાર બાથરૂમ જઇ રહ્યા છે. જેના કારણે છોકરીને ત્યાંથી પસાર થવું મુશ્કેલ થઇ પડ્યું છે.