ETV Bharat / state

'હું નથી માનતો કે આનાથી કોઈ મોટી ક્રાંતિ થવાની છે', બનાસકાંઠાના વિભાજન અંગે સરકાર પર વરસ્યા મેવાણી - MLA JIGNESH MEVANI

બનાસકાંઠાના વિભાજન પર જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી અને આ નિર્ણય અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.

બનાસકાંઠાના વિભાજન પર જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા
બનાસકાંઠાના વિભાજન પર જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 4:59 PM IST

Updated : Jan 5, 2025, 5:27 PM IST

અમદાવાદ: થોડા દિવસો અગાઉ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડી વાવ-થરાદ અને બનાસકાંઠા એમ બે જિલ્લા અલગ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ઉત્તર ગુજરાતમાં ઘણો વિરોધ પણ થઈ રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે આ નિર્ણય અયોગ્ય છે અને આમાં કોઈનું હિત જળવાયેલું નથી. કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ બનાસકાંઠામાં રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે ધાનેરાવાસીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડ બંધ રાખીને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.

બનાસકાંઠાના ભાગલા પર મેવાણીએ શું કહ્યું?
આજરોજ અમદાવાદ ખાતે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠાના બે ભાગ પાડવામાં આવ્યા છે તે બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "બનાસકાંઠાના બે ભાગ કેવી રીતે પાડ્યા તે મને હજી સુધી સમજાતું નથી, કોઈપણ જિલ્લાના બે ભાગ પાડવા કદાચ જરૂરી તે જિલ્લાના ખેડૂતો, પશુપાલકો અને શ્રમજીવીઓ એમને પોતાના બંધારણીય હક અધિકાર મળે ઉત્તર ગુજરાતનો પીવાના પાણીનો પણ પ્રશ્ન છે, બનાસકાંઠામાં પણ છે એ પ્રશ્નનો નિરાકરણ થાય, નવા GIDC અને ઇનવિડ્સ બને જેનાથી બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગારોને રોજગાર મળે એ સવાલોનું સમાધાન નહીં કરવું"

બનાસકાંઠાના વિભાજન પર જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા (ETV Bharat Gujarat)

વધુમાં જીગ્નેશ મેવાણી દ્વારા એ પ્રકારની પણ વાત કરવામાં આવી હતી કે "હું નથી માનતો કે એનાથી કોઈ મોટી ક્રાંતિ થવાની છે." આવી રીતે જેમ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના જે બે ભાગ પાડવામાં આવ્યા છે તેનો વિરોધ થઈ રહ્યો છે. તેમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ વિરોધની ચીમકી ઉચ્ચારીને આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

14 તાલુકાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવાયો
ઉલ્લેખનીય છે કે જૂના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાનું વિભાજન કરીને રાજય સરકાર દ્વારા 8 તાલુકાનો સમાવેશ કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. હવે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કોઈ પૂર્ણવિચારણા કરવામાં આવે છે કે પછી બનાસકાંઠાના લોકોએ આ વિભાજનના નિર્ણયને સ્વીકારવાનો રહે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો:

  1. અમદાવાદમાં યોજાઈ 'સ્વભિમાન રેલી': "અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું, જીવતે જીવ..." - જીગ્નેશ મેવાણી
  2. 'દીકરો જોઈતો હોય તો, એક લાખ રૂપિયા આપવા પડશે', આરોપીએ પકડાઈ જવાના બીકથી ભર્યું આ પગલું

Last Updated : Jan 5, 2025, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.