જૂનાગઢથી ગ્રાઉન્ડ રિપોર્ટ : ચાર કાચની પેનલો ભારે પવનને કારણે તૂટી પડી, કોઇ જાનહાનિ નહીં - ગુજરાતમાં તૌકતેની અસર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11809672-thumbnail-3x2-final.jpg)
જૂનાગઢ : સોમવારના રોજ આવેલા તૌકતે વાવાઝોડાને કારણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના એલીવેશનમાં આવેલી ત્રણથી ચાર કાચની પેનલો ભારે પવનને કારણે તૂટી પડી હતી. પેનલ નીચે રાખવામાં આવેલા ટુ વ્હીલરમાં સામાન્ય નુકસાન થયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેમના સગાઓ દ્વારા પોતાના બાઈક અને સ્કૂટર પાર્ક કરવામાં આવે છે, પરંતુ કાચની પેનલ તુટી તેવા સમયે કોઈપણ વ્યક્તિ ન હોવાના કારણે ઈજા કે કોઈ જાનહાનિ થઇ ન હતી. ગત વર્ષ ઉનાળા દરમિયાન પણ ભારે તડકાને કારણે કાચની એક પેનલ તૂટી પડી હતી, ત્યારે આ વર્ષે વાવાઝોડાના ભારે પવનને કારણે ત્રણ જેટલી કાચની પેનલો તૂટી પડી છે.