વરસાદે બગાડી સુરતી લાલાઓની રજા - ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
🎬 Watch Now: Feature Video
સુરતમાં રવિવારે ફરી ધોધમાર વરસાદ પડ્યો (Heavy Rain in Surat) હતો. રજાના દિવસે આખો દિવસ વરસાદ પડતાં સુરતવાસીઓએ આખો દિવસ ઘરે જ બેસવું પડ્યું હતું. બીજી તરફ ભારે વરસાદના કારણે સુરતમાં વહેલી સવારથી લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો (Surat Locals in Trouble due to rain) કરવો પડ્યો હતો. તો હવામાન વિભાગે પણ 27 જુલાઈ સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના સંકેત આપ્યા (Rain Forecast in North and Central Gujarat) છે. તેના કારણે સુરતમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રવિવારે શહેરમાં 2 ઈંચ જેટલો વરસાદ (Heavy Rain in Surat) પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. તો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 50થી 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જોકે, હજી પણ અહીં વરસાદ અવિરત્ ચાલુ છે.