ભારે વરસાદને પગલે સુરતના કુદસદમાં નિચાણવાળા વિસ્તારોમા ભરાયા પાણી - gujarat monsoon
🎬 Watch Now: Feature Video
સુરત: જિલ્લામાં વરસાદને પગલે જિલ્લામાં ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે કુદસદ ગામે આવેલા આદિવાસી ફળિયા, નવાપરા કોલોની, હળપતિ વાસ સહિતના ફળિયામાં સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે સ્થાનિક લોકોના ઘરોમાં ઘૂંટનસમાં પાણી ભરાયા હતા. જ્યારે કલાકો સુધી ઘરમાં પાણી રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તંત્ર તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી હતી.