ભારે વરસાદના કારણે લોકો હેરાન, ઘરમાં પાણી ઘૂસતા થઈ કફોડી હાલત - માંગરોળમાં ભારે વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી (Heavy Rain in Junagadh) લોકોના ઘરમાં પૂરના પાણી ઘૂસી આવ્યા છે. અહીં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેના કારણે નદી-નાળાઓ છલકી ગયા છે. જ્યારે માંગરોળના ફરંગટા ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી આવ્યા હતા. જ્યારે લોકોની ઘરવખરીનો સામાન પણ પલળી જતાં મુશ્કેલી (Junagadh Locals in trouble) વધી હતી. બીજી તરફ ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. ખાસ વાત કરીએ તો, સતત એક સાથે 9 ઈંચ વરસાદ વરસતાં માંગરોળ પંથક (Heavy rains in Mangrol) જળબંબાકાર જોવા મળી રહ્યું છે.