દેવપ્રયાગમાં આભ ફાટ્યુ, પાણીના પ્રવાહના કારણે ભારે નુકસાન - દેવપ્રયાગ પોલીસ સ્ટેશન
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : દેવપ્રયાગના દશરથ દંડ પરબત નામના સ્થળે વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ સર્જાયો છે. દેવપ્રયાગ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ શાંતિ બજારમાં મોટા પથ્થરો અને પાણીના પ્રવાહના કારણે કેન્ટુરા સ્વીટ શોપ, અસ્વાલ જવેલર્સ, કંટ્રોલ શોપ અને આઈટીઆઈને ભારે નુકસાન થયું છે. ઝરીન ખાનની ફર્નિચરની દુકાન અને ભટ્ટ પૂજાની દુકાનને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહીમાં ક્ષતિગ્રસ્ત ઇમારતોની આસપાસના લોકોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા છે. તમામ લોકોને પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન પરિસરમાં રોકી દેવાયા છે. સ્ટેશન પ્રભારી મહિપાલસિંહ રાવત આ વિસ્તારમાં સતત રહે છે. SDRFની ટીમ પણ શ્રીનગરથી રવાના થઈ છે. હાલમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઇ નથી.