મહેસાણાના 21 પોલીસ સ્ટેશનના 1000થી વધુ પોલીસકર્મીઓ અને અધિકારીઓનું કરાયું હેલ્થ ચેકઅપ - મહેસાણા
🎬 Watch Now: Feature Video
મહેસાણા: જિલ્લામાં સરકારની નિરામય ગુજરાત આયોજન અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોના સંપૂર્ણ આરોગ્યની ચકાસણી (Police health checkup in Mehsana) થાય માટે જિલ્લાના 21 પોલીસ મથકોના 1000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોના આરોગ્યની ચકાસણી કરી પ્રાથમિક રિપોર્ટ અને નિરામય ગુજરાત કાર્ડ સ્થળ પર વિતરણ કરતા હતા. નિરામય ગુજરાત (Niramaya Gujarat) હેઠળ હેલ્થ ચેક અપ કરાવનારા લોકોના આરોગ્યનો એક ખાસ અહેવાલ નિરામય ગુજરાત કાર્ડ અને ઓનલાઈન માહિતીમાં હંમેશા માટે દાખલ કરવામાં આવશે. જેથી આરોગ્યલક્ષી સારવારમાં ચેકઅપ કરાવનારા નાગરિકોની સ્વસ્થય સંબંધિત માહિતી ત્વરિત મળે અને તેમની સારવાર સચોટ અને ઝડપી બની શકે.