પોલીસે બચાવ્યો ગંગા નદીમાં ડૂબતા યુવકનો જીવ, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ - હરિદ્વારમાં કાવડ મેળાનો પ્રારંભ
🎬 Watch Now: Feature Video
હરિદ્વારમાં આજથી કાવડ મેળાનો પ્રારંભ (Haridwar Kawad Mela 2022) થયો છે અને પહેલા જ દિવસે પાણી પોલીસની તાત્કાલિક કાર્યવાહીને કારણે ધર્મનગરીમાં મોટી દુર્ઘટના ટળી હતી. મામલો પતંજલિ પાર્કિંગ પાસેના ઘાટનો છે. હકીકતમાં, હરિયાણાના સોનેપતથી આવેલા કેટલાક કાવડિયાઓ રાવતપુરા આશ્રમની નજીક ગંગા નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બે યુવકોએ ગંગા નદી પાર કરી હતી, પરંતુ એક યુવક ડૂબવા લાગ્યો હતો. સદનસીબે, હરિદ્વાર વોટર પોલીસના ડાઇવર્સ સની કુમાર અને વિક્રાંતે તત્પરતા બતાવીને સાહિલનો જીવ બચાવ્યો હતો. હરિદ્વાર પોલીસનો યુવકને (Haridwar Water Police Saved Youth Life) બચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડીજીપી અશોક કુમારે પણ બંન્ને ગોતાખોરોની બહાદુરીની પ્રશંસા કરી છે.