સાંગલી-કોલ્હાપુરમાં મેઘકહેર, 70 હજારથી વધુ લોકોનું સ્થળાંતર - કોલાપુર
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં હજુ પણ મેધકહેર યથાવત છે. મુંબઈમાં અનેક લોકો વરસાદને કારણે હાલાકી ભોગવી રહ્યાં છે. કોલ્હાપુરમાં ધોધમાર વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. NDRF ટીમે કોલ્હાપુરમાં પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે દરમિયાનમાં બોટ પૂરમાં પલટી ખાઇ ગઈ હતી. જ્યારે બીજી બાજુ સાંગલીમાં પણ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. સાંગલીમાં પૂરના કારણે 70 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બંને સ્થળો પર NDRF ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે.
Last Updated : Aug 7, 2019, 5:02 PM IST