સુરત આપ પાર્ટીના કાર્યલય પર તોડફોડમાં બજરંગદાળ પર અટકી શંકાની સોય - controversy at Aadmi Party office in Surat
🎬 Watch Now: Feature Video
સુરત: લીંબાયત વિસ્તારમાં આવેલ આમ આદમી પાર્ટીના કાર્યલય ઉપર કેટલા લોકો દ્વારા તોડફોડ (controversy at Aadmi Party office in Surat) કરવામાં આવી છે. જોકે આ તોડફોડ બજરંગદાળના લોકો દ્વારા કરવામાં આવ્યું હોય એવી ફરિયાદ ઉઠવા પામી છે. કારણકે, આજે સવારે 11 વાગ્યે પણ આજ વિસ્તારમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા હિન્દૂ દેવી દેવતા વિરુદ્ધ ટિપ્પણીને લઈ ઉગ્ર સૂત્રચાર કરાયા હતા. આમ આદમી પાર્ટી બાયકોટ (Gujarat assembly election effect ) અને હાય હાયના નારા પણ લાગ્યા હતા. સૂત્રો અનુસાર બજરંગ દળ દ્વારા (Bajrangdal attack aap office) આ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. તેમનું એમ કહેવું હતું કે, આમ આદમી પાર્ટી રાજનીતિ કરે અમને કોઈ વાંધો નથી, પરંતુ જો તમે કોઈ ધર્મના લોકો ઉપર કટાક્ષ કરશો તે નહીં ચાલશે. દિલ્હીમાં ઉભા રહીને 14000 લોકોની સામે તમે ધર્મ પરિવર્તનની વાતો કરી રહ્યા છો. પહેલી વાત તો આ આમ આદમી પાર્ટી બધાને ફ્રી ની રેવડીઓ આપી રહી છે. આજે ભારતના તો કરોડો હિન્દુ વાસીઓના ધર્મ સાથે આ લોકો ખીલવાડ કરી રહ્યા છે. પંજાબ અને દિલ્હીના લોકો હેરાન પરેશાન છે, તે લોકો પોતાના રાજ્યને બચાવી શકતા નથી. એ લોકો ગુજરાતનેં સંભાળવા આવનાર છે, અને હવે બજરંગદળના લોકો મેદાનમાં આવી ગયા છે.