વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, જુઓ ગઢડા બેઠક પર શું છે માહોલ - મત ગણતરી
🎬 Watch Now: Feature Video
બોટાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીની આજે મંગળવારના રોજ મત ગણતરી શરૂ થઇ ગઇ છે. 8 બેઠકમાની એક બોટાદની ગઢડા બેઠકનું પણ પરિણામ જાહેર થવાનું છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ પણે સંપન્ન કરવામાં આવી છે. તો સવારના 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થઇ છે. ગઢડામાં 3 લેયરમાં સુરક્ષા ગોઠવામાં આવી છે. જેમાં 300થી વધુ પોલીસ અને CRPFના જવાનોને તૈનાત કર્યા છે. ગણતરીના કલાકોમાં જ પરિણામ જાહેર થશે.